જન્માષ્ટમી નિબંધ ગુજરાતી | janmashtami nibandh in gujarat

Best sayri

 

જન્માષ્ટમી નિબંધ ગુજરાતી | janmashtami nibandh in gujarat




જન્માષ્ટમી નો તહેવાર શ્રાવણ વદ આઠમ ના દિવસે આવે છે. જન્માષ્ટમી એક ધાર્મિક તહેવાર છે. ભારત માં જન્માષ્ટમી ખુબ જ આનંદ અને ઉલ્લાસ થી ઉજવાય છે. જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મ દિવસ. ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મ શ્રાવણ વદ આઠમ ની રાત્રે મથુરા ની જેલ માં થયો હતો.

ભગવાન શ્રી કૃષ્ણ ના પિતા નું નામ વસુદેવ અને માતા નું નામ દેવી હતું. ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મ થયા પછી કૃષ્ણ ને વસુદેવ ગોકુળ માં નંદ રાજા ના ઘરે મૂકી આવ્યા અને જશોદા ની દીકરી ને પોતાની સાથે લઇ આવ્યા.

ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મ દિવસે અષ્ટમી હતી તેથી શ્રી કૃષ્ણ ના જન્મ દિવસ ને “ગોકુળ અષ્ટમી” પણ કહે છે. જન્માષ્ટમી નો તહેવાર દર વર્ષે ખુબ જ ધૂમ ધામ થી ઊજવાય છે. ભારત માં ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મ દિવસ ખુબ જ આનંદ અને ઉલ્લાસ થી મનાવવા માં આવે છે.

જન્માષ્ટમી ના દિવસે ઘણી જગ્યા એ મેળા પણ ભરાય છે. લોકો મેળા માં જઈ ને આનંદ કરે છે. બાળકો ને તો મેળા માં જઈ ને ખુબ જ આનંદ આવી જાય છે. આ દિવસે મંદિરો ને શણગારવા માં આવે છે.

જન્માષ્ટમી ના દિવસે લોકો ઊપવાસ પણ કરે છે. રાત્રે મંદિર માં ભજન કીર્તન થાય છે. રાત ના બાર વાગે કૃષ્ણ જન્મ થાય છે. લોકો “નંદ ઘેર આનંદ ભર્યો, જય કનૈયા લાલ કી” ગાય છે. લોકો ગુલાલ ઉડાડે છે. લોકો ભગવાન ને પારણાં માં ઝુલાવે છે. પછી મંદિર માં આરતી કરી ને પંજરી નો પ્રસાદ વહેંચાય છે


ભારત માં ઘણાં સ્થળો એ રાત્રે માટલી ફોડવા નો કાર્યક્રમ યોજાય છે. માટલી ફોડવા નો કાર્યક્રમ જોવા ની બાળકો ને ખુબ જ મજા આવે છે. આમ જન્માષ્ટમી આપણો એક ધાર્મિક તહેવાર છે.


જય શ્રી કૃષ્ણ🙏 જન્માષ્ટમી ની શુભકામના 🙏 હેપી જન્માષ્ટમી. 








ટિપ્પણી પોસ્ટ કરો