

તું એટલે
તારા મા ક્યાંક ને ક્યાંક હું...
થાય ચર્ચા આપણી
ગલીઓ માં તો થવા દે
પોષાય તો પ્રેમ કર નહી તો જ્વાદે !!
પ્રેમ માટે દિલ, દિલ માટે તું
મારા માટે તું, તારા માટે હું....
એક ક્ષણ તને ભેટી જવા,
કેટલા કાવતરાં કરું છું હું, તને નથી ખબર..
તારી હોવાનો મને હરખ કેટલો છે..!!
અમુક વસ્તુઓ "પરફેક્ટ" ના હોય તો
પણ સરસ લાગે છે...
જેમ કે..તારા વિખરાયેલા વાળ..!!
ઇચ્છા તો બાળપણથી જ હતી ચાંદને જોવાની,
અને પછી કઈક એવું થયું કે
અમે તમારી સાથે અથડાઈ ગયા..!!
જયારે શરમાય ને ઝુકાવી જાય છે એની પલક,
ત્યારે એવું મન થાય કે એના પર લૂંટાવી દઉં આખું મલક.!!
શબ્દોમાં શુ વર્ણન કરું મારા પ્રેમનું,
મારામાં તો તું જ છો, તારું તું જાણેેે
બધું જાણવા છતાં છેતરાઈ જવું,
બસ એનું નામ જ પ્રેમ છે !!
દુનિયા છે સુંદર જોવા માટે આંખ તો ખોલ,
કયારનો બેઠો છું સાંભળવા તું કંઇક તો બોલ..!
તું આવી ને બસ થોડું સ્પર્શી લે મને
લોકો કહે છે કે હું તારા ખોટા વહેમમાં છું..!
રૂઠેલાંને મનાવે એવું એક જણ જોઈએ,
પ્રેમમાં પણ નાનકડું બંધારણ જોઈએ.!!
આંખની ભાષા ઓળખે તે સબંધ સાચા હોય છેે
નાની વાતમાં કથા કરવી પડે તે સબંધ હજુ કાચા હોય છે.!!
ના આમ, ના તેમ, ના કારણ ના કેમ,
ના શંકા ના વહેમ,
પ્રેમ એટલે બસ પ્રેમ,પ્રેમ અને પ્રેમ !!!
મટકા મારતી એની આંખો ને યાદ
કરી આખી રાત જાગ્યો,
ઉઘાડા પગે એની પાછળ પડ્યો તોય
કાંટો તો કાળજે જ વાગ્યો..!!
તું રિસાય છે ત્યારે ભલે હું તરત જ મનાવુ છું,
પણ,
તને શું ખબર એટલી ઘડીમાં હું કેટલું ગુમાવુ છું.!!
ભૂલવા જેવું ય હું ભૂલ્યો નથી,
યાદ કરવા જેવું તો તું યાદ કર.!!
આંખો ના વધામણા કરો બિરાદર,
નથી બોલતી તોય ઘણું કહી જાય છે.!!
ના પૂછ કે તું કેવી લાગે છે,
તું સીધી મારા દિલમાં વાગે છે..!!
શબ્દોના પ્રેમબાણ છે, નિશાને જ લાગશે,
તું આંખ બંધ કરી દે, હૃદયમાં જ વાગશે.!!