Top 500+ Jokes in Gujarati, Gujarati Jokes, ગુજરાતી જોક્સ

Best sayri

Top 500+ Jokes in Gujarati, Gujarati Jokes, ગુજરાતી જોક્સ





ગુજરાતી જોક્સ કોમેડી, હાસ્ય જોક્સ । 2021 Funny Jokes in Gujarati






કેમ છો મિત્રો, મજામાં ને 🙂. આજે તમારા માટે Gujarati Jokes 2023 નો ખજાનો લઈને આવી છું. જેને વાચીને તમે હસી-હસી ને લોટ-પોટ થઇ જશો. કેમકે આ ગુજરાતી જોક્સ આટલા કૉમેડી છે કે, તમારા હસવાની 100% ગેરેન્ટી છે. તમે આ Comedy Jokes in Gujarati કે Funny Jokes in Gujarati તમારા મિત્રો ને મોકલી તેમને પણ હસાવી શકો છો



લગ્ન એટલે શું? એ સમજવા એક વિજ્ઞાનીકે લગ્ન કર્યા.
હવે એને એ નથી સમજાતું કે વિજ્ઞાન એટલે શું? 🤣



અમેરિકન : અમારે ત્યાં વરસાદ પછી તરતજ રોડ પરથી પાણી ગાયબ.
ભારતીય : અમારે ત્યાં વરસાદ પછી પાણી માંથી રોડ જ ગાયબ. 😜



પત્ની : લગ્ન પછી તમે મને પ્રેમ જ નથી કરતા.
પતિ : પાગલ પરીક્ષા પૂરી થઈ જાય પછી કોણ વાંચે…🤣



પતિ તેની પત્ની ને કહે: “અલી સાંભળે છે. આજે ચા આમ એવી બનાવ કે મારા કે રોમ-રોમ માં દિવા થાય.” 

પત્ની એ પતિ ને પુછ્યું: દુધ “નાખું કે કેરોસીનન”




પત્ની રોમાંટિક મુડમાં : તમે મને કેટલો પ્રેમ કરો છો? 

પતી : તુ કહે ને તો તારૂ એઠું ઝેર પણ પી જાઉ.. 

પછી પતી ની શું હાલત થઈ હશે વિચારો.😝





સંતા : ભાઈ, એક કેળું લેવું હોય તો કેટલામાં મળશે? 

બંતા : ૧૦ રૂપિયા.. 

સંતા : અરે, ચાર રૂપિયામાં આપી દોને. 

બંતા: ના ભાઈ, ચાર રૂપિયામાં તો ખાલી કેળાની છાલ જ આવે. 

સંતા : તો આ લો છ રૂપિયા. મને ફક્ત કેળું આપી દો અને છાલ તમારી પાસે રાખો.
😂😂😂






ટીચર– સમુદ્રની વચ્ચેવચ લીંબુનું ઝાડ ઉગ્યું હોય તો તૂ તેના પરથી લીંબુ કઈ રીતે તોડીશ?  

વિદ્યાર્થી – ચકલી બનીને. 

ટીચર– તને માણસમાંથી ચકલી તારો બાપ બનાવશે?  

વિદ્યાર્થી – સમુદ્રની વચ્ચોવચ લીંબુનું ઝાડ તારો બાપ વાવશે? 🤣🤣🤣






અમેરિકન : અમારે ત્યાં વરસાદ પછી તરતજ રોડ પરથી પાણી ગાયબ. 

ભારતીય : અમારે ત્યાં વરસાદ પછી પાણી માંથી રોડ જ ગાયબ. 😜





સલામ છે એ કપલો ને જે ઘરે થી ભાગી જવાની હિંમત કરે છે.🤓

 અહીંયા તો બાપા ના બે મિસકોલ જોઈ નેય બીક લાગે છૅ..😂😂😂😂





બા : આપણા દેશ માં ઋતુઓ કેટલી?

હું : ત્રણ, શીયાળો, ઉનાળો ને ચોમાસું.

બા : સૌથી વધુ ભણેલી ઋતુ કઈ?

હું : એવું કાંય ના હોય. ઋતુ ને ઇ પણ ભણેલી ?

બા : હોય હવે. ઊનાળો સૌથી વઘુ ભણેલ ઋતુ કેવાય.

હું : કેવી રીતે?

બા : સૌથી વધુ ડિગ્રી એની પાસે જ છે. 🤣






ગુજરાતી જોક્સ કોમેડી, હાસ્ય જોક્સ । 2021 Funny Jokes in Gujarati







મહિલા (દુકાનદારને) – ભાઈ, સરખો ભાવ રાખો. હંમેશાં તમારી દુકાનથી સામાન ખરીદીએ છીએ.
દુકાનદાર – મેડમ, થોડું તો ભગવાનથી ડરો !,
આજે દુકાનનો પહેલો દિવસ છે. 😅😅




છોકરી – મારા ફોનમાં નેટવર્ક નથી આવી રહ્યું
દુકાનદાર – મેડમ, એ તો ખરાબ હવામાનના કારણે.
છોકરી – ભાઈ, ગમે એટલા પૈસા લાગે એ લઈ લો બસ નવું હવામાન નાખી દો
દુકાનદાર બેભાન.😅😅




સંતાએ ભગવાનને પૂછ્યું
સંતા – તમારા માટે કરોડો વર્ષ કેટલા હોય છે?
ભગવાન – એક સેકંડ સમાન
સંતા – અને કરોડો રૂપિયા?
ભગવાન – એક ફૂટેલી કોડી સમાન
સંતા – તો શું તમે મને એક ફૂટેલી કોડી આપી શકો છો?
ભગવાન – કેમ નહીં, એક સેકંડ ઊભા રહો. 🤣🤣




બે મહિલાઓ પરસ્પર વાત કરી રહી હતી
પહેલી મહિલા – ઘણા વર્ષો પહેલાં એક બાબાએ મને કહ્યું હતું કે ભગવાન તને એટલું આપશે કે તુ સંભાળી શકીશ નહીં.
બીજી મહિલા – તો શું થયું?
પહેલી મહિલા – હવે ખબર પડી તેઓ વજનની વાત કરી રહ્યા હતા. 😝😝😭





અમદાવાદમાં ભીષણ
ગરમીના લીધે એક જ પરિવારના
7 સભ્યો મામાના ઘેર ચાલ્યા
ગયા કેમ કે ત્યાં AC છે !!





રાત્રે ગમે તેટલું
FUTURE PLANNING કરી લો,
સવારે ઉઠતા જે હતું એનું એ જ થાય,
મોબાઈલમાં ઘુસી જવાનું !!




કુંવારાની નજરમાં લગ્ન
એ દરેક સમસ્યાનું સમાધાન છે,
જયારે પરણેલાઓની નજરમાં દરેક
સમસ્યાનું કારણ લગ્ન હોય છે !!





માણસોના ડોક્ટર છે,
પ્રાણીઓના પણ ડોક્ટર છે,
જો ફળોના પણ ડોક્ટર હોત તો
લંગડો કેરી પોતાના બંને પગ
પર ઉભી હોત સાહેબ !!





માણસોના ડોક્ટર છે,
પ્રાણીઓના પણ ડોક્ટર છે,
જો ફળોના પણ ડોક્ટર હોત તો
લંગડો કેરી પોતાના બંને પગ
પર ઉભી હોત સાહેબ !!





ગણિતના શિક્ષક સ્ટાફ રૂમમાં બેસીને

ખાલી ડબામાં રોટલી ડૂબવીને ખાતા હતા....

તે જોઈને ગુજરાતીના શિક્ષક બોલ્યા

"અલ્યા ડબામાં શાકતો નથી ?" 

ગણિત શિક્ષક બોલ્યા અમે તો શાકને એક્સ ધારેલ છે. 





વધારે ચિંતા ના કરો 

બધાના લગ્ન ગર્લફ્રેન્ડ સાથે જ થશે.

હવે કોની ગર્લફ્રેન્ડ સાથે કોના લગ્ન થાશે

એ મને નથી ખબર હો.




પાડોશીને જુઓ
દર રવિવારે એની પત્નીને ફરવા લઈ જાય છે,
તમે કોઈ દિવસ લઈ ગયા ?

મેં ય બે ત્રણ વખત કીધું પણ એ ના પાડે છે.




ઉસે પાના.
ઉસે ખોના..
ઉસકી યાદ મેંં રોના ...
અગર યહી ઈશ્ક હૈ તો ....

આપણે ક્યાં આવા ઈશ્કની જરૂર છે.
તમે કરો ... 




છોકરીને લઈને ભાગવાનો જમાનો ગયો,

હવે તો લોન લઈને ભાગવાનો જમાનો આવ્યો !





પત્નીનો તાવ માપવા ડોકટરે મોમાં 
થરમોમીટર મૂક્યું અને મો બંધ રાખવા કહ્યું,

ઘડીવાર સુધી પત્નીને ખામોશ બેઠેલી જોઈ
એટલે પેલા ભોળા ગામડિયા પતિએ ભાવુક
થઈ ડોક્ટરને હળવેકથી પુછયુ,

આ ડાંડલી કેટલાની આવે ?











ટિપ્પણી પોસ્ટ કરો